Video: અમદાવાદ ગ્રામ્યમાં ધનતેરસનો ધમધમાટ: સોના-ચાંદી અને વાહનોની ખરીદી માટે બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ

ધનતેરસના પાવન પર્વે અમદાવાદ ગ્રામ્યના બાવળા, સાણંદ, ધંધુકા અને ધોળકા પંથકમાં ખરીદીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધનતેરસે સોના-ચાંદીની ખરીદી શુભ માનવામાં આવતી હોવાથી વહેલી સવારથી જ જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકોની ભીડ ઉમટી છે. આ ઉપરાંત કાર અને ટૂ-વ્હીલર શોરૂમમાં પણ નવી ગાડીઓ ખરીદવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. બાવળા અને ધોળકાના મુખ્ય બજારોમાં જ્વેલર્સ તેમજ ઓટોમોબાઈલ શોરૂમ ગ્રાહકોથી ધમધમી રહ્યા છે. ધનતેરસ, દિવાળી અને લાભપાંચમના શુભ દિવસોમાં નવી વસ્તુઓ ખરીદવાની પરંપરાને લોકો અનુસરી રહ્યા છે. ધન અને આરોગ્યના દેવતાઓની પૂજા સાથે સુખ-સમૃદ્ધિની કામના કરી લોકો ધનતેરસની ઉજવણી કરી રહ્યા છે.
જાહેરાત








