Video: કાંકરિયાની ટોય ટ્રેનનો કોન્ટ્રાક્ટ જૂની કંપનીને જ અપાતા સવાલો ઉઠ્યાં

સોર્સ: gstv

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ટોય ટ્રેન ચલાવવાનો નવો કોન્ટ્રાક્ટ અગાઉ કામગીરી સંભાળતી ખોડલ કોર્પોરેશન નામની જૂની જ એજન્સીને પધરાવી દેવાતાં વિરોધના સૂર ઊઠ્યા છે. આ મામલે મ્યુનિસિપલ તંત્રનો બચાવ છે કે નિયમાનુસાર ટેન્ડર બહાર પડાયા હતા અને આ એજન્સી AMCને વાર્ષિક એક કરોડ 27 લાખ ચૂકવશે. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં કાંકરિયા પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી જ આ એજન્સી કાર્યરત છે. વિરોધ પક્ષ અને સ્થાનિકોમાં પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ફરીથી એ જ જૂની એજન્સી પર પસંદગી ઉતારવામાં આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત