Video: દિવાળીના પર્વે અંબાજી અને ગબ્બર પર અન્નકૂટ ધરાવાયો

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે દિવાળીના પર્વે પરંપરાગત રીતે જોષી પરિવાર દ્વારા મા અંબાના નિજ મંદિર અને ગબ્બર ખાતે ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.આ અન્નકૂટમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ, સુરતથી ખાસ મગાવેલી સુખડી-સાતડી સહિતની મીઠાઈઓ, ડ્રાયફ્રૂટ્સ, તાજા ફળો અને વિવિધ પ્રકારના ફરસાણ માતાજીને અર્પણ કરવામાં આવ્યા હતા.બપોરના સમયે યોજાયેલી ભવ્ય અન્નકૂટ આરતીમાં માઇભક્તોનું વિશાળ મહેરામણ ઉમટી પડ્યું હતું.માઈભક્તોએ અન્નકૂટના અને જગતજનની મા અંબાના દર્શન કરીને મનોકામનાઓ પૂર્ણ કરી હતી અને સમગ્ર મંદિર પરિસરમાં બોલ મા અંબા જય જય અંબાના નારા ગૂંજી ઉઠ્યા હતા.
જાહેરાત







