Video: મનાલીમાં પ્રવાસીઓનો ધસારો

હિમાચલ પ્રદેશના મનાલીમાં તાજી હિમવર્ષા બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. બરફવર્ષાનો આનંદ માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ રોહતાંગ તરફ પહોંચી રહ્યા છે. બરફથી ઢંકાયેલા પહાડો અને સુંદર કુદરતી નજારાઓ પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. પ્રવાસીઓ બરફમાં મોજમસ્તી કરી યાદગાર પળો માણી રહ્યા છે. હિમવર્ષાને કારણે મનાલી અને આસપાસના વિસ્તારોમાં પર્યટન પ્રવૃત્તિઓમાં તેજી આવી છે. પ્રવાસીઓના આગમનથી સ્થાનિક વેપારીઓ અને પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ ફાયદો થઈ રહ્યો છે.
જાહેરાત






