Video: આણંદ જિલ્લાના ૧૮૭ ગામોમાં સરપંચ પદનું રોસ્ટર જાહેર: બેઠકોના ફેરફારથી અનેક દાવેદારોના રાજકીય સમીકરણો ખોરવાયા!

જાહેર થયેલી આ રોસ્ટર પદ્ધતિના આધારે સરપંચ પદની બેઠકોમાં થયેલા મોટા ફેરફારોને પગલે અનેક ગામોમાં ચૂંટણીના રાજકીય સમીકરણો એકાએક બદલાઈ ગયા છે. વર્ષોથી સરપંચ બનવાની તૈયારીઓ કરી રહેલા અસંખ્ય દાવેદારોના અગાઉના તમામ ગણિતો ખોરવાઈ ગયા છે. ક્યાંક અનામત બેઠક તો ક્યાંક સામાન્ય બેઠકમાં ફેરફાર થવાને કારણે ચૂંટણી લડવા માટે થનગનતા ઉમેદવારોમાં નવી ચર્ચાઓનો દોર શરૂ થયો છે. હવે આગામી સમયમાં આ રોસ્ટર ફેરફાર બાદ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કેવાં નવા રંગ અને સમીકરણો જોવા મળે છે, તેના પર સૌની મીટ છે.
જાહેરાત















