Video: રાજસ્થાનથી દારૂ ભરીને આવેલા બુટલેગરને વડનગરમાં અકસ્માત, બાઈકને ટક્કર મારી કાર મૂકી બુટલેગર ફરાર

મહેસાણા જિલ્લામાં દારૂની હેરાફેરી સાથે સંકળાયેલી કારના અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. રાજસ્થાનથી દારૂ ભરીને આવેલી કારે વડનગરના સુંઢિયા ગામ નજીક એક બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈકસવાર એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક દારૂ ભરેલી કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આશ્ચર્યજનક રીતે અકસ્માત વડનગરની હદમાં સર્જ્યા બાદ કાર ખેરાલુ વિસ્તારમાં મૂકી દેવામાં આવી હતી, જ્યાં કારમાંથી લોકો દારૂની લૂંટ ચલાવતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ શરૂ કરી છે અને ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
જાહેરાત












