Video: વડોદરા: 84 લાખના દારૂકાંડમાં બાપોદ PI અને PSI સસ્પેન્ડ

સોર્સ: gstv

વડોદરા શહેરમાં ૮૪ લાખ રૂપિયાના મસમોટા દારૂકાંડ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને બાપોદ પોલીસ સામે મોટી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાઈ છે. બાપોદ પોલીસ સ્ટેશનના PI કે ડી લાડુમોર અને PSI આર એન પ્રસાદને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ત્રણ મહિના અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કુખ્યાત બૂટલેગર નીલુ સિંધીએ દારૂનો આ જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. આટલો મોટો દારૂનો જથ્થો ઝડપાયો હોવા છતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊઠ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત