Video: બેનરોમાંથી દંડક અને સાંસદની તસવીર ગાયબ

સોર્સ: gstv

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં શુભેચ્છા પાઠવતા બેનરોનો વિવાદ ભારે ચર્ચામાં આવ્યો છે. ઉમરગામ ખાતે લાગેલા આ અભિનંદન બેનરોમાંથી જિલ્લાના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલની તસવીરની અવગણના કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ બેનરોમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર અને ગુજરાતના નાણાં મંત્રીના ફોટા જોવા મળ્યા છે પરંતુ સાંસદનો ફોટો મૂકવામાં આવ્યો નથી. સાંસદ ધવલ પટેલ ઉમરગામ તાલુકામાં સારી લોકપ્રિયતા ધરાવે છે તેમ છતા તહેવારોની શુભેચ્છા આપતા બેનરોમાંથી એમની આ પ્રકારે બાદબાકી થવી ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. આ પોસ્ટરને લઈને રાજકીય વર્તુળોમાં એવી પણ અટકળો ચાલી રહી છે કે આગામી સમયની ચૂંટણીઓ કે રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને આ પ્રકારે જાણી જોઈને તેમની ઉપેક્ષા કરાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત