દમણમાં મોજમસ્તી બની જીવનું જોખમ! ભરતીનું પાણી ફરી વળતાં 4 બાળકો સહિત પરિવારના 7 સભ્યો દરિયામાં ફસાયા

દમણમાં મોજમસ્તી બની જીવનું જોખમ! ભરતીનું પાણી ફરી વળતાં 4 બાળકો સહિત પરિવારના 7 સભ્યો દરિયામાં ફસાયા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દમણના સી ફેજ જેટી પાસે આવેલા જોખમી ટાઈડલ આઇસ્લેટ (ટાપુ) પર આનંદ માણવા પહોંચેલા એક પરિવારના સાત સભ્યો ભરતીના પાણી ફરી વળતા ફસાઈ ગયા હતા. કિનારે ઊભેલા પર્યટકોના જીવ ટાળવે ચોટી ગયા હતા. 4 બાળકો સહિત સાત સભ્યો દરિયામાં પાણીના વહેણમાંથી જીવના જોખમે પસાર થઇ સુરક્ષિત રીતે કિનારે આવતા બચાવ થયો હતો. મોજમસ્તી કરવાની લાલચમાં આ પ્રકારના દુસાહસ સામે પ્રસાશન કડક પગલા ભરે તે જરૂરી બન્યું છે.

ફસાઈ ગયા હતા પરિવારના તમામ સભ્યો​

જાહેરાત

દમણના સી ફેજ જેટી પર એક પરપ્રાંતિય પરિવારના ચાર બાળકો સહિત સાત સભ્યો ગઈકાલે ગુરૂવારે ફરવા ગયા હતા. તમામ સભ્યો જેટી કિનાર ઉભા હતા. તે વેળા દરિયામાં ઓટની સમયે ટાઇડલ આઇસ્લેટ (ટાપુ) દેખાતા તમામ સભ્યો મોજમસ્તી કરવા પગપાળા આ ટાપુ પર પહોંચી ગયા હતા અને મોજમસ્તીમાં મશગૂલ બન્યા હતા. જો કે દરિયામાં અચાનક ભરતી શરૂ થતા જ ચારેય બાજુ દરિયાના તોફાની પાણી ફરી વળતા પરિવારના તમામ સભ્યો ફસાઈ ગયા હતા.​

સદનસીબે તમામ સભ્યો હેમખેમ કિનારે પહોંચ્યા

ચારેય તરફ પાણી અને અન્ય કોઈ જ મદદ કે વિકલ્પ ન બચતા, આ પરિવારે જીવ બચાવવા જીવને જોખમમાં મૂકીને દરિયાના ઊંડા પાણીમાં જાતે જ ઉતરી જવાનું દુસાહસ કરી ભરતીના પાણી વચ્ચે પસાર થતા કિનારે હાજર અન્ય પર્યટકોના જીવ તાળવે ચોટી ગયા હતા. સદનસીબે તમામ સભ્યો હેમખેમ કિનારે પહોંચી જતા બચાવ થતા મોટી હોનારત ટળી હતી. અત્રે નોંધનીય છે કે મોજમસ્તી અને સેલ્ફી લેવાની લ્હાયમાં ટાપુ પર પહોંચીને ફસાઈ જઇ જીવને જોખમમાં મુકતા હોય ત્યારે પ્રસાશન બેજવાબદાર સહેલાણીઓ સામે કડક પગલા ભરે તે જરૂરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત