મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દમણમાં ગણેશ વિસર્જન ટાણે નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ

સંઘપ્રદેશ દમણના દરિયા કિનારે ગણેશ વિસર્જન વખતે એક મોટી દુર્ઘટના ટળી છે. દરિયા અને દમણગંગા નદી

તસવીર: gstv

સંઘપ્રદેશ દમણના દરિયા કિનારે ગણેશ વિસર્જન વખતે એક મોટી દુર્ઘટના ટળી છે. દરિયા અને દમણગંગા નદીના સંગમ સ્થળ પર જેટી પાસેથી પસાર થતી વેળાએ એક વ્યક્તિ નદીના પ્રવાહમાં ફસાઈ ગયો હતો. અધવચ્ચે યુવકને ડૂબતો જોઈ કેટલાક સાહસિક યુવકો તાત્કાલિક પોતાની હોડી લઈને તેને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા હતા. ભારે જહેમત અને જોખમ ખેડીને આ સ્થાનિક યુવકોએ ડૂબતા શખ્સનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. પ્રાણસંકટમાંથી ઉગારી લીધા બાદ બચાવ કરાયેલા યુવકને વધુ પૂછપરછ અને આગળની કાર્યવાહી અર્થે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો