Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દમણ અને દીવ : 2 policemen suspended for threatening rickshaw puller in Daman

 દમણમાં રિક્ષાચાલકને ધમકાવી તોડબાજી કરનારા 2 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
 દમણમાં રિક્ષાચાલકને ધમકાવી તોડબાજી કરનારા 2 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
સોર્સ : gstv

દમણ પોલીસ ભ્રષ્ટાચાર, ધમકી અને સત્તાનો દુરુપયોગ સામે લાલ આંખ કરી છે. દમણના ભેંસલોર ખાતે બે પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ શખસોએ રિક્ષાને અટકાવી ચાલકને માર મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.2 હજાર પડાવી લીધા હતા. આ ઘટનાનો વીડિયો કોઈએ ઉતારી પોલીસવડાને મોકલી દેતા ત્રણેય સામે ગુનો દાખલ કરાયો છે. એટલું જ નહીં પણ બંને પોલીસ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે.

App Store

રિક્ષાચાલકને માર મારી ધમકાવી રૂ.2000 પડાવતા 2 પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

પ્રાપ્ત માહિતિ અનુસાર, દમણના ભેંસલોર મુખ્ય માર્ગ પર ગત તા.25-09-26ના રોજ બે પોલીસ કોન્સ્ટેબલ અને એક શખસે ઓટો રિક્ષાને અટકાવી હતી. બાદમાં ખાખી વર્દીનો રૂઆબ બતાવી ચાલકને ધમકાવી માર પણ માર્યો હતો. બંને પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણેયેએ રિક્ષા ચાલકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી નાણાંની માંગણી કરી હતી. બાદમાં રિક્ષા ચાલક પાસે રૂ.2 હજાર પડાવી લીધા હતા. ચાલક બાદમાં રિક્ષા લઇ રવાના થઇ ગયો હતો.

બે પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ સામે ગુનો

મળતી વિગત મુજબ, બંને પોલીસ કોન્સ્ટેબલ અને એક શખસે રિક્ષા ચાલકને માર મારી ડરાવી ધમકાવી નાણાં પડાવ્યાનો વીડિયો કોઈ રાહદારીએ ઉતારી દીધા બાદ દમણના પોલીસવડાને વોટસએપ પર મોકલી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, આ મામલે તપાસ કરતા પોલીસે બે કોન્સ્ટેબલ દીપક થોરાત, હિતેશ પારડી અને વાપીના કુંતા રહેતો કરણ ગુલાબભાઇ ભરવાડ સહિત ત્રણ સામે ગુનો દાખલ કરાયો હતો.

આ ઘટનાને પગલે દમણ પોલીસની છબી ખરડાઈ છે. આ ગંભીર મામલે SPએ બંને કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી કરવા આદેશ કરતા SDPOએ પોલીસ કોન્સ્ટેબલ દીપક થોરાત અને હિતેશ પારડીના તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરતાં પોલીસબેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.