તહેવારોમાં ઘરે જવાની ચિંતા છોડો! પશ્ચિમ રેલવેએ જાહેર કરી અમદાવાદ-છપરા સ્પેશિયલ ટ્રેન, જાણો સમય અને કયા 18 સ્ટેશનો પર મળશે સ્ટોપેજ?

તહેવારોમાં ઘરે જવાની ચિંતા છોડો! પશ્ચિમ રેલવેએ જાહેર કરી અમદાવાદ-છપરા સ્પેશિયલ ટ્રેન, જાણો સમય અને કયા 18 સ્ટેશનો પર મળશે સ્ટોપેજ?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

તહેવારોની સિઝનમાં મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને છપરા વચ્ચે વિશેષ ભાડા સાથે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેન નંબર 09449 અમદાવાદ-છપરા વન-વે સ્પેશિયલ ટ્રેન 14 નવેમ્બર 2026 શનિવારના રોજ અમદાવાદથી દોડાવવામાં આવશે, જેનાથી ઉત્તર ભારત તરફ જતા સેંકડો મુસાફરોને મોટી રાહત મળશે.

ટ્રેનનો સમય અને રૂટની વિગતો

જાહેરાત

રેલવે તંત્રના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 09449 અમદાવાદ-છપરા સ્પેશિયલ 14 નવેમ્બર 2026 શનિવારના રોજ અમદાવાદ સ્ટેશનથી રાત્રે 01.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે એટલે કે રવિવારે બપોરે 14.10 કલાકે છપરા પહોંચશે.

આ 18 સ્ટેશનો પર રહેશે સ્ટોપેજ

 

મુસાફરી દરમિયાન આ ટ્રેન બંને રાજ્યોના મુખ્ય સ્ટેશનો પર રોકાશે. જેમાં છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ઈદગાહ આગરા, ટૂંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, જ્ઞાનપુર રોડ, વારાણસી, ઔંડિહાર, ગાજીપુર સિટી અને બલિયા સ્ટેશનનો સમાવેશ થાય છે.

કોચ અને બુકિંગ વ્યવસ્થા

સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરોને ધ્યાનમાં રાખીને આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ તથા જનરલ સેકન્ડ ક્લાસના કોચ જોડવામાં આવ્યા છે. આ સ્પેશિયલ ટ્રેન માટે ટિકિટોનું બુકિંગ 13 નવેમ્બર 2026થી રેલવેના તમામ પીઆરએસ (PRS) કાઉન્ટરો તેમજ આઈઆરસીટીસી (IRCTC) ની સત્તાવાર વેબસાઈટ પર શરૂ થઈ ગયું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત