Video: વડાપ્રધાન મોદીનો 14 નવેમ્બરનો અંબાજી મંદિર દર્શન કાર્યક્રમ રદ, તહેવારોમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને લીધો નિર્ણય

સોર્સ: gstv

તહેવારોની સિઝનમાં મંદિરમાં દર્શનાર્થીઓની અસાધારણ ભીડ અને સુરક્ષા વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તહેવારોના દિવસોમાં અંબાજી મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. વડાપ્રધાનના આગમનથી સામાન્ય ભક્તોને દર્શન કરવામાં કોઈ અગવડ ન પડે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આ કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. અંબાજી જવાનો કાર્યક્રમ રદ થયા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત લોક ભવન ખાતે જ રોકાણ કરશે. પીએમ મોદીના આ નિર્ણયની વહીવટી તંત્ર દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત