Video: પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલા સહિત પરિવારજનોએ ગાયોની પૂજા કરી સુખ-સમૃદ્ધિની કામના કરી

સુરેન્દ્રનગરમાં ગોવર્ધન પૂજાના પર્વે પરંપરાગત રીતે ગાયોની પૂજા કરી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલા સહિત પરિવારજનોએ ગાયોને સ્નાન કરાવી સુંદર શણગાર કર્યો હતો. ત્યારબાદ વિધિ-વિધાન સાથે ગાયોની પૂજા કરી દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. ઘરના આંગણામાં ગાયના છાણથી ગોવર્ધન પર્વતની રચના પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાયોને મીઠાઈ ખવડાવી પરિવારજનોએ આશીર્વાદ મેળવ્યા હતા. ગાયોમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોવાની ધાર્મિક માન્યતા સાથે નવા વર્ષની શરૂઆત ગૌપૂજનથી કરવામાં આવી હતી.
જાહેરાત







