ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓએ તપાસ આદરી

ગુજરાત હાઈકોર્ટને 6 નવેમ્બર શુક્રવારના રોજ બપોરે 1 વાગ્યા આસપાસ ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળી હતી. આ ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જ સુરક્ષા એજન્સીઓ અને પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને તરત જ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ હાઈકોર્ટને આવી જ રીતે ઈ-મેઈલ દ્વારા ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.
જાહેરાત







