Video: ઉત્તરાખંડમાં ગમખ્વાર અકસ્માત, કાર ખીણમાં ખાબકતાં 4 ગુજરાતીના મોત

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગંગનાની નજીક એક ઇનોવા કાર ચાલકે કાબૂ ગુમાવતા ઊંડી ખીણમાં ખાબકી નદીમાં પડી હતી. કારમાં કુલ સાત લોકો સવાર હતા, જેમાંથી ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. કાર હરિદ્વારમાં રજિસ્ટર્ડ હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેમાં સવાર અન્ય મુસાફરો ગુજરાતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ, SDRF અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. નદીના તેજ પ્રવાહમાં અન્ય મુસાફરોની શોધખોળ ચાલી રહી છે અને અકસ્માતના કારણોની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
જાહેરાત





