Video: જૂનાગઢમાં સરકારી અનાજની કાળાબજારી, 42 લાખનો મુદ્દામાલ જપ્ત, 6 આરોપીઓની ધરપકડ

જૂનાગઢ જિલ્લામાં દિવાળીના તહેવાર વચ્ચે સરકારી અનાજની કાળાબજારીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બિલખા અને બાટવામાં દરોડા પાડીને સસ્તા અનાજની દુકાનો સાથે સંકળાયેલા ગેરકાયદે કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન આશરે 42.32 લાખ રૂપિયાનો શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરાયો છે, જેમાં 30 લાખથી વધુની કિંમતનું સરકારી અનાજ સામેલ છે. ઘઉં, ચોખા અને તુવેર દાળની ગેરકાયદે હેરાફેરી કરીને જરૂરિયાતમંદોનું અનાજ બારોબાર સગેવગે કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે. દરોડા દરમિયાન છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 15 આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
જાહેરાત





