Video: ડાંગમાં આદિવાસી સમાજ દ્વારા વાઘબારસની પરંપરાગત ઉજવણી: પ્રકૃતિ અને વન્ય જીવોની પૂજા સાથે દિવાળી પર્વનો પ્રારંભ

ડાંગમાં આદિવાસી સમાજ દ્વારા પ્રકૃતિ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે વાઘબારસની ઉજવણી કરવામાં આવી હતી. ગામના પાટીલ અને આગેવાનોની ઉપસ્થિતિમાં ગ્રામદેવતા સાથે વાઘદેવ, નાગદેવ, મોર તેમજ જળ, જંગલ અને જમીનની પરંપરાગત વિધિથી પૂજા કરવામાં આવી હતી. આદિકાળથી ચાલી આવતી આ પરંપરા પાછળ એવી માન્યતા છે કે જંગલના વન્યપ્રાણીઓથી ગ્રામજનોનું રક્ષણ થાય અને સુરક્ષા જળવાઈ રહે સૌએ જય જોહાર સાથે એકબીજાને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
જાહેરાત








