Video: ધારાસભ્યએ લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કર્યું

સોર્સ: gstv

અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા પોતાના પરિવાર સાથે બજારમાં ખરીદી કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે નગરપાલિકાના સત્તાધીશો તેમજ ભાજપની ટીમ પણ ઉત્સાહભેર જોડાઈ હતી.પીએમ મોદીના 'લોકલ ફોર વોકલ' અને સ્થાનિક રોજગારને પ્રોત્સાહન આપવાના સંદેશને સાર્થક કરવાના હેતુથી મહેશ કસવાલાએ નાના વેપારીઓ પાસેથી ખરીદી કરી હતી.ધારાસભ્યએ બજારમાં નીકળીને સ્થાનિક વેપારીઓ પાસેથી કોડિયા, દીવાઓ સહિતની વિવિધ પૂજા સામગ્રી અને ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. ખરીદી કર્યા બાદ તેમણે વેપારીઓ સાથે ખાસ સંવાદ કરી તેમના ધંધા-રોજગાર અને હાલચાલ અંગેની માહિતી મેળવી હતી. નાના વેપારીઓ અને સ્થાનિક ધંધાર્થીઓને આર્થિક પ્રોત્સાહન મળે તથા તેમના વ્યવસાયને વેગ મળે તેવા ઉમદા હેતુથી કરવામાં આવેલી સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવાયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત