Video: રાજકોટની સદર બજારમાં દિવાળીનો માહોલ: ફટાકડાના ભાવમાં 30% સુધીનો વધારો, નવી વેરાયટીઓ આકર્ષણનું કેન્દ્ર

સોર્સ: gstv

દિવાળીના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે રાજકોટની સદર બજારમાં ફટાકડાની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સિઝનલ ફટાકડા બજારમાં શહેરીજનોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ વર્ષે ફટાકડાના ભાવમાં 20થી 30 ટકા સુધીનો વધારો થયો છે. બીજી તરફ વરસાદના અભાવે ગામડાંમાંથી ઘરાકી ઓછી નીકળતાં વેપારીઓમાં મિશ્ર પ્રતિસાદ છે. આ વર્ષે બજારમાં સિલિન્ડર બોમ્બની નવી એન્ટ્રી થઈ છે. પાણીમાં પ્રતિક્રિયા આપતી ટેટા અને ચકરડાંની નવી વેરાયટીઓ બાળકો અને યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત