Video: મહેસાણા: દિવાળી ટાણે મિલકતોના દસ્તાવેજ નોંધણીમાં મોટો ઉછાળો, 10 દિવસમાં સરકારને ₹5.93 કરોડની જંગી આવક

સોર્સ: gstv

દિવાળીના તહેવારો દરમિયાન મહેસાણા તાલુકામાં મિલકતોના દસ્તાવેજ નોંધણી માટે અરજદારોનો ભારે ધસારો જોવા મળ્યો છે. માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં 922 દસ્તાવેજોની નોંધણી થતાં સરકારને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી પેટે રૂપિયા 5 કરોડ 93 લાખની જંગી આવક થઈ છે. ખાસ કરીને પાંચોટ, નુગર, નાગલપુર અને લાખવડ જેવા વિસ્તારોમાં દસ્તાવેજ નોંધણીના કેસોમાં મોટો વધારો નોંધાયો છે. અરજદારોની ભીડને પહોંચી વળવા માટે સબ રજિસ્ટ્રાર કચેરીમાં દૈનિક ટોકનની સંખ્યા 96થી વધારીને 145 કરવામાં આવી છે. લોકોની સુવિધા અર્થે બેને બદલે ત્રણ સબ રજિસ્ટ્રારની વ્યવસ્થા કરાઈ છે, જેના માટે ઊંઝાથી વધારાના સબ રજિસ્ટ્રારને મહેસાણા ખાતે વિશેષ ફરજ પર મૂકવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત