Video: અમદાવાદના નિકોલમાં નશામાં ધૂત નબીરાનો આતંક

અમદાવાદના નિકોલમાં નશામાં ધૂત નબીરાનો આતંક સામે આવ્યો છે. તેણે બેફામ સ્પીડે કાર ચલાવી ફૂટપાથ પરના બે મહિલા સહિત ચાર લોકોને અડફેટે લીધા હતાં. જેમાં માતા-પુત્રનાં મોત થયા છે. અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે ચણિયાચોળી વેચનાર માતા અને તેમનાં 15 વર્ષીય પુત્રનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે ખરીદી કરી રહેલા એક વ્યક્તિ અને તેમની પત્નીને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડાયા છે. કારની જોરદાર ટક્કર બાદ એક યુવક કારના બોનેટ અને દિવાલ વચ્ચે ભીંસાઈ જતા હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. એક તરફ કચડાઈ ગયેલા ઇજાગ્રસ્તો કણસી રહ્યા હતા તો. બીજી તરફ કારચાલક નશામાં ગાડીમાં જ બેસેલો કેમેરામાં કેદ થયો હતો. સ્થાનિક લોકો અકસ્માત બાદ કારને રિવર્સ લેવા જણાવી રહ્યા છે પરંતુ આ નબીરાએ એટલો ચિક્કાર દારૂ પીધો હતો કે તેને શું કરવું તેનું ભાન પડતુ દેખાતુ નથી. તપાસમાં કારચાલક નાના ચિલોડામાં રહેતો 36 વર્ષીય વિરલ ચૌધરી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સમયે તે દારૂના નશામાં હતો.. કારમાંથી 6 બિયરના ટીન પણ મળ્યાં છે.








