Video: હર્ષ સંઘવીની પોલીસ અને સરકારી અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત, કામગીરીને બિરદાવી; નાગરિકો સાથે સંવેદનશીલ વર્તન રાખવા કરી અપીલ

સોર્સ: gstv

સુરતના અગ્રસેન ભવન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ, મનપા અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે દિવાળીની શુભેચ્છા મુલાકાત કરી હતી. સંબોધનમાં તેમણે વિક્રમ સંવત અને ભારતીય સંસ્કૃતિની પરંપરા જાળવવા અપીલ કરી હતી. તહેવારો દરમિયાન પોલીસ, GSRTC, સફાઈ કર્મચારીઓ અને ફાયર વિભાગના જવાનોની કામગીરીને બિરદાવી હતી. સરકારી આવાસને પોતાના ઘર સમજી સ્વચ્છ રાખવા તેમજ પોલીસ સ્ટેશનમાં આવતા સામાન્ય નાગરિકોને તેમના હક અને સન્માન મળે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને ખાસ અપીલ કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત