Video: મોડાસાની જલધારા સોસાયટીના કોમન પ્લોટમાં આગ લાગતાં અફરાતફરી

સોર્સ: gstv

મોડાસાના મેઘરજ રોડ પર આવેલી જલધારા સોસાયટીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સોસાયટીના કોમન પ્લોટમાં અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગની ઝપેટમાં અંડરગ્રાઉન્ડમાં વપરાતી લાઇટની રબરની ત્રણ રોલ પાઇપો બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર જવાનોએ સમયસર કામગીરી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ઝડપથી કાબૂમાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત