Video: વડિયા તાલુકાના કુકાવાવ ગામે પૈસાની લેતીદેતીમાં 16 સામે ફરિયાદ

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના કુકાવાવ ગામે પૈસાની લેતીદેતી મામલે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે બપોરે જાહેરમાં અથડામણ થઈ હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ મામલે ભરત ઉર્ફે કાંબલી ઘાધલે 16 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે વડિયા પોલીસે 16 શખ્સો સામે કાર્યવાહી શરૂ કરી છે.
જાહેરાત






