Video: અમરેલીના સણોસરા ગામે ૭ વર્ષના બાળક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર દીપડો વન વિભાગના પિજંરામાં પુરાયો

સોર્સ: gstv

અમરેલીના સણોસરા ગામે બનેલી આ કરુણ ઘટનામાં ૭ વર્ષના સાહિલ કલાસવા નામના બાળકનું દીપડાના હુમલાથી મોત નીપજ્યું હતું, જેને લઈને સમગ્ર પંથકમાં રોષ અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. બાળકના મોતના પગલે આક્રમક બનેલા ગ્રામજનો અને પરિવારની માંગને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા તરત જ તે વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. વન વિભાગની સતત જહેમત અને રેસ્ક્યુ ઓપરેશનના પરિણામે આતંક મચાવનાર દીપડો આખરે પાંજરામાં ઝડપાઈ ગયો છે. દીપડો પકડાઈ જવાની આ ખબરથી સ્થાનિક રહેવાસીઓ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે વન વિભાગ દ્વારા વિસ્તારમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત