Video: દિવાળીમાં અમદાવાદ 112 ઈમરજન્સી સેવા માટે તંત્ર સજ્જ

સોર્સ: gstv

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં ઇમરજન્સી સેવાઓ પૂરી પાડતી 112 ટીમ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તહેવારો દરમિયાન ઇમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જ્યાં સામાન્ય દિવસોમાં સરેરાશ ૩,૬૧૦ કોલ મળે છે તે વધીને ૬,૨૭૭ સુધી પહોંચવાનો અંદાજ છે. ખાસ કરીને નવા વર્ષના દિવસે કોલ્સમાં ૫૮ ટકાનો વધારો થવાની સંભાવના છે, જ્યારે ભાઈબીજના દિવસે અંદાજે ૪,૩૦૦ ઇમરજન્સી કેસ મળવાનું અનુમાન છે. 108 ઇમરજન્સીના CEO જશવંત પ્રજાપતિએ જણાવ્યું છે કે નાગરિકોને ઝડપી મદદ પહોંચાડવા માટે EEMS સિસ્ટમ પર સ્વિચઓવર કરવામાં આવ્યું છે, જેનાથી રિસ્પોન્સ ટાઇમ ઘટશે અને ઇમરજન્સી સ્થળે ટીમ તાત્કાલિક પહોંચી શકશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત