Video: અમદાવાદમાં જાહેર રોડ પર બર્થડેની ઉજવણી, ભાજપ યુવા મોરચાના મહામંત્રી સહિત 7 સામે ફરિયાદ

અમદાવાદમાં સ્વચ્છતા અને ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. સરદારનગરમાં 5 નવેમ્બરની રાત્રે જાહેર રોડ પર કિશોર ઠાકોરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 108 કોલ સેન્ટરની સામે એકસાથે સાત ગાડીઓ ઉભી રાખી કેટલીક કાર પર કેક મૂકીને બર્થડેની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીમાં ભાજપ યુવા મોરચાના સરદારનગર વોર્ડના મહામંત્રી રમેશ ભરવાડ ઉર્ફે બાંભા પણ હાજર હોવાનો વીડિયો સામે આવ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચતા જ તમામ લોકો ગાડીઓ લઈને રવાના થઈ ગયા હતા. આ મામલે નરોડા પોલીસે કિશોર ઠાકોર સહિત છ કારના માલિકો અને રમેશ ભરવાડ સામે જાહેર રોડ પર અવરોધ ઊભો કરવા અને જોખમી ઉજવણી કરવા બદલ ફરિયાદ નોંધી છે.
જાહેરાત







