Video: રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 41 કામોમાંથી 19 કામો પેન્ડિંગ રખાયા

સોર્સ: gstv

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં શહેરના વિકાસ અને વિવિધ પ્રોજેક્ટને લઈને કુલ 41 કામો રજૂ કરવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન 19 કામો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા, જ્યારે બે કામોને નામંજૂર કરવામાં આવ્યા હતા અને એક કામ પરત મોકલવામાં આવ્યું હતું. બેઠકમાં વોટર કેનન મિસ્ટની ખરીદીના મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ 40 ફૂટથી વધુ પહોળાઈ ધરાવતા નવા સિમેન્ટ રોડ બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત શહેરમાં 170 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ડામર રોડનાં કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત