Video: તાપીના કોપર સુગરમાં ટાંકી ધરાશાયી થવાની દુર્ઘટના, લાપતા બે કામદારોના મૃતદેહ મળ્યા

સોર્સ: gstv

તાપીના વાલોડ તાલુકાના દાદરિયા ગામે આવેલી કોપર સુગરમાં ટાંકી ધરાશાયી થવાની દુર્ઘટનામાં બે કામદારોના મોત થયા છે. મોડી રાત સુધી લાપતા કામદારોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ વાલોડ તાલુકાના દાદરિયા ગામના ધર્મેશ પટેલ અને કલકવા ગામના અરુણ પટેલ તરીકે થઈ છે. ગરમ અને ઠંડા પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી અને તેની પાસેથી પસાર થતી લાઈનમાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારબાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યા હતા. જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત