Video: સરાઝા હોટેલમાં દારૂ પાર્ટીના કેસમાં સઘન તપાસ

સોર્સ: gstv

રાજકોટ સ્થિત સરાઝા હોટેલમાં સામે આવેલી દારૂ પાર્ટીના કેસમાં સઘન તપાસ ચાલી રહી છે. આ હાઇપ્રોફાઇલ કેસમાં પોલીસે 360 ડિગ્રીએ તપાસ શરૂ કરી છે.. આ માટે માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે. એમ. કૈલાને તપાસની જવાબદારી સોંપાઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી દારૂ પાર્ટીના CCTV ફૂટેજ મેળવવા પોલીસે સરાઝા હોટેલનું DVR કબ્જે કર્યું છે. આ તપાસ દરમિયાન ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલ અને નિખિલ પટેલને પોલીસે રૂબરૂ પૂછપરછ માટે બોલાવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, અંદાજે એક મહિના પહેલાં સરાઝા હોટેલમાં જમવાની પાર્ટી યોજવાના નામે હોટેલ બુક કરાવાઈ હતી. પોલીસ હાલમાં આ હોટેલ બુકિંગના દસ્તાવેજો અને ઘટનાક્રમની બારીકાઈથી ચકાસણી કરી રહી છે. જો તપાસ દરમિયાન સરાઝા હોટેલના માલિક કુશલ ઉનડકટની સંડોવણી ખુલે છે, તો તેમની સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત