Video: સુરતમાં તાવ આવ્યા બાદ ૫ મહિનાની બાળકીનું મોત, પરિવાર આઘાતમાં સરી પડ્યો

સુરત શહેરમાં વધતા જતા રોગચાળા વચ્ચે અડાજણ વિસ્તારમાં રહેતી માત્ર ૫ મહિનાની બાળકી રીયા કુમારીનું તાવ આવ્યા બાદ મોત થયું છે.બાળકીને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હોવાથી પરિવારજનો નજીકના ક્લિનિકમાં સારવાર કરાવી રહ્યા હતા, પરંતુ તબિયત વધુ લથડતાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ બાળકીને જાહેર કરી હતી.બાળકીને અગાઉ કોઈ ગંભીર બીમારી ન હોવા છતાં અચાનક તાવથી મોત થતાં પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે..
જાહેરાત







