Video: સ્થાનિક તંત્ર ઉંઘતુ રહ્યું અને મંજૂરી વગર ત્રણ ગણું ખોદકામ થઈ ગયું!

ભરૂચ તાલુકાના બે ગામમાં કાંસમાંથી નીકળતી કિંમતી પીળી માટીના ૧ હજારથી વધુ ડમ્પર પ્રતિ ડમ્પર ૧૦ હજાર રૂપિયાના ભાવે ચાવજ અને ઉમરાજ વિસ્તારોમાં વેચી મારવામાં આવ્યા હોવાની રજૂઆત થઈ છે. અસરગ્રસ્ત ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ખોદકામ અટકાવવા, સંયુક્ત ટીમ દ્વારા સ્થળ માપણી કરવા અને જવાબદારો સામે કડક દંડાત્મક તથા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સરકારી સંપત્તિની લૂંટ સામે ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. નિયમ વિરુદ્ધ થતા બેફામ ખોદકામ સામે જાણે તંત્ર જાણી જોઈને આંખ આડા કાન કરતું હોય તેવો ઘાટ ઘડાયો છે.
જાહેરાત








