વાવ-થરાદમાં ₹3 કરોડનો વિદેશી દારૂ ભરેલું આખું કન્ટેનર ઝડપાયું, 60,444 બોટલો જોઈ પોલીસ પણ ચોંકી!

વાવ-થરાદમાં ₹3 કરોડનો વિદેશી દારૂ ભરેલું આખું કન્ટેનર ઝડપાયું, 60,444 બોટલો જોઈ પોલીસ પણ ચોંકી!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુજરાતમાં ફક્ત નામની જ દારૂબંધી હોય તેવુ લાગી રહ્યુ છે, ત્યારે વાવ-થરાદમાં આશરે 3 કરોડની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે. થરાદ પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂની કુલ 60,444 બોટલો ઝડપી પાડી છે. જેમાં પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરીને કુલ 3.28 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

​થરાદમાં ₹3 કરોડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો

જાહેરાત

પોલીસ ફરિયાદ અનુસાર, થરાદના ખોડા ચેકપોસ્ટ ખાતે પોલીસના સઘન વાહન ચેકિંગ દરમિયાન સાંચોર તરફથી આવી રહેલા કન્ટેનરને રોકી તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઝડપેલા વિદેશી દારૂની કિંમત રૂ.2,98,58,352 આંકવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ મોબાઇલ ફોનની કિંમત રૂ.17,000 તથા ટ્રેલર કન્ટેનરની કિંમત રૂ.30 લાખ સહિત કુલ રૂ.3,28,75,385નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

2 ઝડપાયા

  • જગતારસિંઘ નછતર સિંઘ શકદેવસિંઘ મડેરે (ઉં.વ.33, કન્ટેનર ચાલક, રહે. તપામંડી, બારનાલા-પંજાબ)
  • કન્ટેનર સાથે રહેલો ક્લીનર (કાયદાના સંઘર્ષમાં આવેલો હોવાથી તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી)

આ સમાચાર શેર કરો

જાહેરાત