VIDEO: વાવ-થરાદમાં ચૂંટણી પંચ સામે કોંગ્રેસનો જનઆક્રોશ: ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર
વાવ-થરાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સ

વાવ-થરાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સામે ભારે જનઆક્રોશ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. થરાદ ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ વિશાળ રેલીમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા. રેલી દરમિયાન કાર્યકરોએ વોટ ચોરી અને ચૂંટણી પ્રક્રિયામાં ગરબડના ગંભીર આક્ષેપો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી. કલેક્ટર કચેરી પહોંચીને કોંગ્રેસે આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે તટસ્થ તપાસ અને કડક કાર્યવાહીની માંગણી કરી હતી. આ સાથે જ જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી




