Video: અમદાવાદમાં ચિત્રકાર ડી. આર. સોલંકીના વીસ્ફર ઓફ સ્ટોન ઈડર ચિત્રપ્રદર્શનનો ભવ્ય પ્રારંભ થયો

આર્ટ આંત્રપ્રિન્યોર અનિલ રેલિયાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં કલાકારો અને સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા.. આર. સોલંકીએ પોતાની કુશળ પીંછીથી ઈડરના હજારો વર્ષ જૂના નિર્જીવ પથ્થરોને જાણે સજીવન કરી દીધા છે. સામાન્ય માણસને જ્યાં માત્ર પથ્થરો દેખાય છે, ત્યાં આ કલાકારે પોતાની સંવેદનશીલ દૃષ્ટિથી પ્રકૃતિનું અદભુત સૌંદર્ય અને પથ્થરોના અનોખા આકારોને કેનવાસ પર કંડાર્યા છે..આ પ્રદર્શનમાં રજૂ થયેલાં ચિત્રો દર્શકોને સીધા જ ઈડરના પથરાળ ડુંગરોની વચ્ચે લઈ જાય છે, જ્યાં કલા અને પ્રકૃતિનો સુંદર સંવાદ જોવા મળે છે. આગામી ૨૨મી નવેમ્બર સુધી ચાલનારું આ પ્રદર્શન કલાપ્રેમીઓ માટે એક અવિસ્મરણીય કલાનુભવ બની રહેશે.
જાહેરાત












