Video: સિહોરના શિવ મહોત્સવમાં સ્ટેજ પર ફ્રીની જાહેરાત, નગરપાલિકાએ કર્યા લાખોની ચૂકવણી

સોર્સ: gstv

સિહોર નગરપાલિકા દ્વારા આયોજિત શિવ મહોત્સવ અને નવનાથ યાત્રાના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કલાકારોની ફી અંગે વિવાદ સર્જાયો છે. આ કાર્યક્રમોમાં કલાકારો નિઃશુલ્ક સેવાભાવે આવ્યા હોવાની જાહેરાત સ્ટેજ પરથી કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત લોકોએ તાળીઓથી વધાવી હતી. જોકે, નગરપાલિકામાં રજૂ થયેલા સત્તાવાર બિલો સામે આવતા સમગ્ર મામલે સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ કલાકારોના નામે કુલ 7 લાખ 93 હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. આ મુદ્દે વિપક્ષના નેતા જયરાજસિંહ મોરીએ ઉગ્ર વિરોધ નોંધાવી સત્તાધીશો સામે આક્ષેપો કર્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત