Video: અમદાવાદના વસ્ત્રાપુરમાં વેપારીના પુત્રનું અપહરણ કરી ઓફિસમાં તોડફોડ અને મારામારી: સંજય દેસાઈ સહિત ચાર સામે ગુનો દાખલ કરાયો

સોર્સ: gstv

પ્રાપ્ત વિગતો મુજબ, વેપારી પોલીસ સ્ટેશન પહોંચતા જ આરોપીઓએ તેમની ઓફિસમાં ઘૂસીને ચાર લેપટોપ અને ફર્નિચર સહિતનો કિંમતી સામાન તોડી નાખ્યો હતો. આ ગુનામાં સંજય દેસાઈ વિશાલ દેસાઈ રવિ દેસાઈ અને સાહિલ દેસાઈ સામે આક્ષેપ થયા છે. ઓફિસમાં તોડફોડ કર્યા બાદ આરોપીઓએ વસ્ત્રાપુર લેક પાસે વેપારી સાથે મારામારી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ખાસ વાત એ છે કે મુખ્ય આરોપી સંજય દેસાઈ વિરુદ્ધ અગાઉ લેન્ડ ગ્રેબિંગ અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર મામલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત