Video: અમદાવાદના ઇન્દિરાબ્રિજમાં શ્રદ્ધા અને લોકઆસ્થાના મહાપર્વ છઠ્ઠ પૂજાની ભવ્ય ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

સોર્સ: gstv

છઠ્ઠ પૂજા એ માત્ર ધાર્મિક પર્વ નથી, પરંતુ પ્રકૃતિ, સૂર્યદેવ અને જીવનદાયી જળ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે. આ મહાપર્વમાં વ્રતધારીઓ ૩૬ કલાક સુધી નિર્જળ ઉપવાસ રાખીને અસ્તાચળ અને ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે છે. અમદાવાદના ઇન્દિરા બ્રિજ ખાતે પણ આ જ આસ્થાનો અદભુત નજારો જોવા મળ્યો હતો, જ્યાં શ્રદ્ધાળુઓએ પરિવારના સુખ, શાંતિ અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક આયોજનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તંત્ર દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત