Video: અંડર-19 એશિયા કપમાં મહેસાણાના કાવ્ય પટેલની શાનદાર સિદ્ધિ, ચાર વિકેટ લઈ ભારતની જીતમાં આપ્યું યોગદાન

અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવી ભવ્ય જીત મેળવી છે, ત્યારે ભારતની આ જીતમાં બે ગુજરાતીઓનો સિંહફાળો રહ્યો છે. મહેસાણા જિલ્લાના પાંચોટ ગામના કાવ્ય પટેલે શાનદાર બોલિંગ કરી ચાર વિકેટ ઝડપી ભારતની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ભારતની જીતના સમાચાર મળતાં જ કાવ્ય પટેલના પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. ગલી ક્રિકેટથી ઓમાનના સ્ટેડિયમ સુધીની કાવ્યની સફર પર પરિવારે ગર્વ વ્યક્ત કર્યો હતો. કાવ્યના કાકા, કાકી અને કુટુંબી ભાઈએ તેના બાળપણની યાદો વાગોળતા જણાવ્યું કે તેને નાનપણથી જ ક્રિકેટમાં ખૂબ રસ હતો. સમય મળે ત્યારે કાવ્ય ક્રિકેટ રમવા પહોંચી જતો અને આજે તેની મહેનતથી પરિવારનું નામ રોશન કર્યું છે.
જાહેરાત








