Video: સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતના 150થી વધુ મૃતકોને શ્રદ્ધાંજલિ

સોર્સ: gstv

સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર 150થી વધુ લોકોને ટ્રાફિક પોલીસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિશ્વ સ્મૃતિ દિવસ નિમિત્તે વઢવાણ-સુરેન્દ્રનગર હાઈવે પર ઉપાસના સર્કલ નજીક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં માર્ગ અકસ્માતમાં 150થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. જિલ્લાના છ બ્લેક સ્પોટ પર સૌથી વધુ અકસ્માતો થઈ રહ્યા છે, જેમાં ટ્રાફિક નિયમોનું પાલન ન થવું પણ એક મુખ્ય કારણ છે. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રિક્ષા, ટેક્સી અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્યોની ઉપસ્થિતિમાં વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંકલ્પ લેવડાવી જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત