Video: ચોટીલાના પ્રવાસન સ્થળ પર લાગી આગ

સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી વધુ પ્રચલિત અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતા ચોટીલા નજીકના બીલીગાળાના વીડ વિસ્તારમાં આગ લાગી હતી.. આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં આખું બીલીગાળા ભડકે બળવા લાગ્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ, અહીં ફરવા આવેલા પ્રવાસીઓની જ કોઈ ભૂલ કે બેદરકારીના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગ લાગતાં જ ત્યાં હાજર પર્યટકોએ તેને બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ હોનારતમાં અનેક વૃક્ષો બળીને ખાખ થઈ ગયા છે, જ્યારે સ્થાનિક વન્ય પશુઓ પણ આગની લપેટમાં આવીને મોતના મુખમાં હોમાયા હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. બનાવની જાણ થતાં જ વન વિભાગ અને સ્થાનિક તંત્રએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની સાથે સાથે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
જાહેરાત







