Video: પાટણમાં નૂતનવર્ષ પર્વ નિમિત્તે નગરદેવી મહાકાળી 101 ભોગનો અન્નકૂટ ધરાવાયો

પાટણની નગરદેવી મહાકાળી માતાના મંદિરે નૂતનવર્ષ પર્વ નિમિત્તે ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીને વિવિધ અલંકારોની આંગી ધરાવી વિદેશી ફૂલોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માતાજીને 101 ભોગ ધરાવી અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરદેવી કાલિકા માતા અને ભદ્રકાળી માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દિવાળી પર્વ દરમિયાન પાટણ શહેરનાં વિવિધ મંદિરોમાં પણ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઊઠ્યું હતું.
જાહેરાત








