Video: અમિત શાહના હસ્તે ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજનું લોકાર્પણ, બે લાખથી વધુ વાહનચાલકોને મળશે રાહત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન આજે અમદાવાદના એસ.જી. હાઇવે પર ઇસ્કોનથી સાણંદ ચાર રસ્તા સુધીના નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાના છે. અંદાજે ચાર કિલોમીટર લાંબા આ ફ્લાયઓવર બ્રિજ શરૂ થવાથી આ માર્ગ પરથી અવરજવર કરતા રોજના બે લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી મોટી રાહત મળશે. આ પ્રોજેક્ટના પૂર્ણ થવાથી પશ્ચિમ અમદાવાદ અને સાણંદ વચ્ચેનો કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે તેમજ મુસાફરીનો સમય પણ નોંધપાત્ર રીતે ઘટશે. ગૃહમંત્રીના હસ્તે આ બ્રિજ ખુલ્લો મુકાતા સ્થાનિક રાહદારીઓ અને મુસાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉદ્ઘાટન સમારોહ બાદ તેઓ અન્ય વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
જાહેરાત








