Video: પોરબંદરના 196 વર્ષ જૂના મહાલક્ષ્મીજીના મંદિરે રૂ.1 કરોડની ચલણી નોટોથી માતાજીનો શણગાર

પોરબંદરના એમ.જી. રોડ પર આવેલા 196 વર્ષ જૂના મહાલક્ષ્મીજીના મંદિરે દિવાળીના પર્વે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના આ એકમાત્ર મહાલક્ષ્મીજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચલણી નોટોના શોભા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે મંદિર ટ્રસ્ટ દ્વારા 1 કરોડ 1 લાખ રૂપિયાની ચલણી નોટોથી માતાજીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આ શણગારમાં 1 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની નોટો ઉપરાંત ભારતીય ચલણના વિવિધ સિક્કાઓ અને વિદેશી ડોલરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ચલણી નોટોના આ આકર્ષક શણગારના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે ઉમટી પડ્યા હતા. દિવાળીના પાવન પર્વે મહાલક્ષ્મીજીના દર્શન સાથે અનોખા શણગારને નિહાળી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
જાહેરાત






