₹150 કરોડની જમીનના વિવાદમાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે ફરિયાદ રદ કરી

₹150 કરોડની જમીનના વિવાદમાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે ફરિયાદ રદ કરી
તસવીર: Google
આ સમાચાર સાંભળો

ગાંધીનગરના ખોરજ ગામની આશરે ₹150 કરોડની જમીનના વિવાદમાં કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર સહિતના લોકોને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે જગદીશ ઠાકોર સહિતના સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસની કામગીરી અને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

અપહરણના આક્ષેપને નકારાયો

સમગ્ર વિવાદ જમીનના વેચાણને લઈને શરૂ થયો હતો. ફરિયાદી મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિનું અપહરણ કરવામાં આવ્યું છે. જોકે, બાદમાં મહિલાએ જ આક્ષેપ કર્યો હતો કે પોલીસ દ્વારા તેના પર દબાણ કરવામાં આવ્યું હતું અને ચોક્કસ વ્યક્તિઓને જ જમીન વેચવા માટે દબાણ કરાતું હતું.

જાહેરાત

કોઈ ઘટના બની જ નહોતી

ફરિયાદી મહિલાના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા ફરિયાદ જાતે જ લખવામાં આવી હતી અને ત્યારબાદ તેની સહી લેવામાં આવી હતી. મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે ફરિયાદમાં દર્શાવવામાં આવેલી કોઈ ઘટના બની જ નહોતી. તેના પતિના અપહરણની વાતને પણ તેણે નકારી હતી.

'પોલીસને પગાર ઓછો પડે છે': હાઇકોર્ટ

આ મામલે રજૂ કરવામાં આવેલા એફિડેવિટમાં ઉચ્ચ પોલીસ અધિકારી સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે ટકોર કરી હતી કે, 'પોલીસને પગાર ઓછો પડે છે!' આ ઉપરાંત પોલીસ રૂપિયા લે છે તેની કોર્ટને પણ જાણ હોવાની ટિપ્પણી કરી હતી.

જમીન વિવાદમાં પોલીસની ભૂમિકા અને ફરિયાદની પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા બાદ હાઈકોર્ટે જગદીશ ઠાકોર સહિતના સામેની ફરિયાદ રદ કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયથી લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત