Video: 'પોલીસ રૂપિયા લે છે તેની કોર્ટને પણ ખબર છે' : હાઈકોર્ટ

સોર્સ: gstv

૧૫૦ કરોડની જમીનના વિવાદમાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર સહિતના લોકો સામે થયેલી એફઆઈઆરને ગુજરાત હાઈકોર્ટે રદ્દ કરવાનો મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કાયદો અને વ્યવસ્થાની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ફરિયાદી મહિલાએ સોગંદનામામાં આક્ષેપ કર્યો હતો કે પોલીસે ચોક્કસ વ્યક્તિઓને જ જમીન વેચવા દબાણ કર્યું હતું અને જાતે જ ફરિયાદ લખીને સહી કરાવી લીધી હતી. ઘટના કે અપહરણ જેવું કશું બન્યું જ ન હોવાનું સ્વીકારાતાં હાઈકોર્ટે ટકોર કરી હતી કે, પોલીસને પગાર ઓછો પડે છે અને તેઓ રૂપિયા લે છે તેની કોર્ટને પણ ખબર છે. આ ટિપ્પણી સાથે હાઈકોર્ટે ફરિયાદ રદ્દ કરી દીધી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત