Video: અમરેલીના લાઠી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થર વાગવાથી ટ્રેનના કાચનો કાચ ક્રેક થયાની માહિતી, તમામ મુસાફરો સુરક્ષિત

સોર્સ: gstv

ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક માહિતી મુજબ પાટા પાસેના પથ્થર ઉછળવાને કારણે અથવા અન્ય કોઈ કારણસર આ બનાવ બન્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટ્રેન પર પથ્થરમારો થયો છે કે કેમ અને અસલી હકીકત શું છે, તે અંગેની સચોટ માહિતી સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલ તો પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત