ગુજરાતમાં ધર્મ પરિવર્તનનો મુદ્દો ફરી ચર્ચામાં, છેલ્લા 10 મહિનામાં 120 અરજીઓ મળી

ગુજરાતમાં ધર્મ પરિવર્તનનો મુદ્દો ફરી ચર્ચામાં, છેલ્લા 10 મહિનામાં 120 અરજીઓ મળી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુજરાતમાં ધર્મપરિવર્તનનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. એક તરફ વ્યક્તિગત શ્રદ્ધા, સામાજિક સમાનતા અને વૈચારિક માન્યતાઓના આધારે કાયદેસર રીતે ધર્મ બદલતા લોકોની સંખ્યા સામે આવી રહી છે, તો બીજી તરફ ધર્મપરિવર્તન માટે લાલચ-પ્રલોભન- દબાણ કે છેતરપિંડીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદો પણ નોંધાઈ રહી છે. ખાસ કરીને સગીરોઓને લલચાવીને અન્ય સ્થળે લઈ જવા અને ધર્મપરિવર્તન કરાવવાના પ્રયાસના તાજેતરના બનાવોએ આ મુદ્દાને વધુ સંવેદનશીલ બનાવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત