Video: ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત, વડોદરામાં 17 ડિગ્રી સાથે સૌથી ઓછું તાપમાન

સોર્સ: gstv

અમદાવાદમાં નવેમ્બરની શરૂઆતથી જ રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે, જ્યારે સવારે ગરમીનો પારો યથાવત્ રહેતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ગત રાત્રે શહેરમાં લઘુત્તમ તાપમાન ૨૦.૨ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે દિવસે તાપમાન ૩૬ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આ તરફ, રાજ્યના અન્ય ૬ જિલ્લાઓમાં શુક્રવાર રાત્રે ન્યુનતમ તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે નોંધાયું હતું જેમાં વડોદરા ૧૭ ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, જેથી લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ થતો રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત